Dr. Bhavana Parikh

તોરલ મહેતા મેમોરિયલ ગુજરાત રાજ્ય બેડમિન્ટન ૨૦૨૪: એક યાદગાર આયોજન

અપણા સહભ્યાસી તોરલ શૈલેષભાઈ મહેતા (વિદ્યામંદિર 1991 – ધોરણ 10 ની બેચ) ની યાદમાં “તોરલ મેમોરિયલ ગુજરાત રાજ્ય બેડમિન્ટન- 2024’’ Under 13 years of age (U-13 Boys/Girls) સ્પર્ધાનું આયોજન કિંગ જ્યોર્જ ફિફથ ક્લબ, પાલનપુર ખાતે 20/9/2024 to 24/09/2024 સુધી ચાલી રહ્યું છે. આ ટુર્નામેન્ટ 2014 થી અત્યાર સુધી દર વર્ષે રમાય છે

તોરલ મહેતા, જે સ્મિતભરી વ્યક્તિ અને મહેનત માટે જાણીતી હતી, તેના મિત્રો અને પરિવારજનોએ એના આત્માને શ્રદ્ધાંજલિ અર્પવા આ સ્પર્ધાનું આયોજન કર્યું છે.

તોરલની રમતપ્રતિ અને કઠોર મહેનતથી પ્રેરિત આ ઇવેન્ટનું મુખ્ય ઉદ્દેશ્ય નlની વયના ખેલાડીઓને પ્રોત્સાહન આપવું છે અને બેડમિન્ટનમાં તેમના રમત કૌશલ્યને આગળ વધારવાનું છે.

આ ટુર્નામેન્ટમાં રાજ્યભરના કિશોર ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે.
પાલનપુરમાં આ રીતે રાજ્ય કક્ષા ની સ્પર્ધાનું આયોજન થવું એ શહેર માટે ગૌરવની વાત છે.
આ સ્પર્ધા માત્ર ખેલાડીઓને મંચ પૂરું પાડતી નથી, પણ હેલ્ધી સ્પોર્ટ્સમેનશિપ અને હરીફાઈને પણ વેગ આપે છે.

કિંગ જ્યોર્જ ફિફથ ક્લબ અને સ્થાનિક રમતપ્રેમીઓના સહયોગથી આ ટુર્નામેન્ટ ગુજરાત બેડમિન્ટન માટે 2024નું મહત્વનું પાનું બની રહેસે.
આ સ્પર્ધા દ્વારા તોરલ મહેતાના જીવનમાં રહેલા ઉત્સાહ, લાગણી અને રમત પ્રેમને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે.